આખરે કેમ કૃષ્ણ જન્માષ્ટમીનું વ્રત હોય છે ખાસ ? બની રહ્યો આ શુભ સંયોગ

હિન્દૂ ધર્મમાં ભગવાન શ્રીકૃષ્ણનો જન્મદિવસ એક તહેવારની જેમ જ મનાવાય છે. સંપૂર્ણ વિધિવિધાનથી ભગવાન શ્રીકૃષ્ણનો જન્મદિવસ મનાવાય છે. આ ઉત્સવની ધૂમ ફક્ત ભારતમાં જ નહિ પરંતુ વિદેશોમાં પણ ઘણી જ હોય છે. આ તહેવારને મનાવવાની શરૂઆત લોકો બહુ પહેલાથી જ કરી દે છે. જૂની કથાઓ પ્રમાણે ભગવાન શ્રી કૃષ્ણનો જન્મ ભાદ્રપદના કૃષ્ણ પક્ષની આઠમના થયો હતો. આ વખતે જન્માષ્ટમી 23 ઓગસ્ટના મનાવાઇ રહી છે તો કેટલીક જગ્યાઓએ 24 ઓગસ્ટના મનાવાઇ રહી છે. ચાલો જાણીયે કૃષ્ણ જન્માષ્ટમીનું શું મહત્વ છે?

પૌરાણિક કથાઓ પ્રમાણે ભગવાન શ્રી કૃષ્ણનો જન્મ રોહિણી નક્ષત્રમાં આઠમના થયો હતો. આ દિવસ ચંદ્રમા વૃષ રાશિ અને સૂર્ય સિંહ રાશિમાં હતો. માટે શ્રીકૃષ્ણના જન્મનો ઉત્સવ પણ આ કાળમાં જ મનાવાય છે. લોકો આખી રાત ગીતો ગાય અને વગાડે છે. લોકો આ દિવસે ખાસ વ્રત રાખે છે અને પૂજાપાઠ કરે છે. એવી માન્યતા છે કે આ તહેવાર મનાવવાથી દરેક મનોકામના પુરી થાય છે. જે લોકોની ચંદ્રમા નબળો હોય તો એ લોકો આ દિવસે ખાસ પૂજા કરીને લાભની પ્રાપ્તિ કરી શકે છે. આ દિવસે પૂજા કરવાથી સંતાન પ્રાપ્તિનો સંયોગ બને છે.

શાસ્ત્રોમાં જન્માષ્ટમીને બધા જ વ્રતોનો રાજા એટલે કે વ્રતરાજ કહેવામાં આવે છે. ધાર્મિક માન્યતા પ્રમાણે આ દિવસે ભગવાન કૃષ્ણને ઝૂલા ઝુલાવવામાં આવે એને ખુબ જ મહત્વપૂર્ણ માનવામાં આવે છે. એવું કહેવાય છે કે કોઈ વ્યક્તિ પારણામાં ભગવાનને ઝુલાવે તો એની બધી જ મનોકામના પુરી થાય છે. લોકોમાં કૃષ્ણ ભગવાનને પારણામાં ઝુલાવવાનો ઘણો ઉત્સાહ રહે છે.

ભારતની સાથે સાથે વિદેશોમાં રહેતા ભારતીય મૂળના લોકો જન્માષ્ટમીને પુરી આસ્થા અને ઉલ્લાસથી ઉજવે છે.વિદેશોમાં પણ આ દિવસે અલગ અલગ ભવ્ય આયોજન કરવામાં આવે છે. શ્રીકૃષ્ણ જન્મોત્સવના વ્રજની સંપૂર્ણ નગરી મથુરા જ કૃષ્ણમય થઇ જાય છે. માટે શ્રીકૃષ્ણ જન્માષ્ટમી હોય ત્યારે મથુરા નગરી ભક્તિના રંગોમાં રંગાઈ જાય છે.

જોકે તિથિ પ્રમાણે ભગવાન શ્રીકૃષ્ણનો જન્મ ભાદ્રપદની કૃષ્ણપક્ષની આઠમના મધરાત્રીના થયો હતો. માટે ઘરોમાં અને મંદિરોમાં મધ્યરાત્રીના 12 વાગ્યે કૃષ્ણ ભગવાનનો જન્મ ઉત્સવ મનાવાય છે. રાત્રે જન્મ પછી દૂધથી બાળ ગોપાળની મૂર્તિનું સ્નાન કરાવ્યા પછી નવા નવા કપડાં પહેરાવવામાં આવે છે અને એમનો શૃંગાર કરવામાં આવે છે.

The post આખરે કેમ કૃષ્ણ જન્માષ્ટમીનું વ્રત હોય છે ખાસ ? બની રહ્યો આ શુભ સંયોગ appeared first on Jo Baka Media – જો બકા મીડિયા.

Leave a comment