જયારે છેલ્લી વાર કૃષ્ણએ વગાડી વાંસળી , જાણી લો કેમ તોડીને ફેંકી દીધી ?

વાત જયારે પ્રેમની હોય છે અને એમાં મિશાલ આપવામાં આવે તો રાધા અને કૃષ્ણના પ્રેમની મિશાલ આપવામાં આવે છે. દુનિયાભરમાં લોકો રાધા કૃષ્ણની પૂજા કરે છે. જોકે કૃષ્ણના લગ્ન રુકમણી સાથે થયા પણ કૃષ્ણ સાથે હંમેશા રાધાનું જ નામ જોડાય છે. એ પછી બંને ક્યારેય મળી ના શકઆવ્યું યા અને એમની પ્રેમ કહાની અંજામ સુધી ના પહોંચી શકી. માટે આજે અમે આ લેખમાં તમને જણાવીશું કે કૃષ્ણના લગ્ન પછી રાધાના જીવનમાં કેવું પરિવર્તન આવ્યું અને કયા કારણોથી ભગવાન શ્રી કૃષ્ણએ પોતાની વાંસળી તોડી દીધી ?

રાધા અને કૃષ્ણ જયારે 8 વર્ષના હતા ત્યારથી એમને પોતાના પ્રેમનો આભાસ થઇ ગયો હતો.રાધાનો કૃષ્ણ પ્રત્યે પ્રેમ એટલો અતૂટ હતો કે એમણે આખી જિંદગી કૃષ્ણને પોતાના મનમાં જ વસાવ્યા. ભલે એમ રાધાકૃષ્ણ ક્યારેય એક ના થયા છતાં પણ સદૈવને માટે એક જ રહ્યાં, ભલે રાધા અને કૃષ્ણના ક્યારેય લગ્ન ના થયા પણ આજના સમયમાં પણ રાધા અને કૃષ્ણનું નામ સાથે જ લેવાય છે. કૃષ્ણ ભગવાનના જીવનમાં બે વસ્તુઓ ઘણી જ મહત્વની હતી, જેમાં વાંસળી અને રાધા. ભગવાન શ્રી કૃષ્ણ જયારે પણ વાંસળી વગાડતા તો રાધા એ ધૂનો પર નાચવા લાગતી , જયારે પણ કૃષ્ણ વાંસળી વગાડે તો રાધા દોડીને આવી જતી. વાંસળીને રાધા અને શ્રી કૃષ્ણના પ્રેમનું પ્રતીક માનવામાં આવે છે.

એક સમય એવો આવ્યો જયારે કૃષ્ણ રાધાથી બિછડવા લાગ્યા કારણકે કૃષ્ણના મામા કંસે બલરામ અને કૃષ્ણને પોતાને ત્યાં મથુરા આમંત્રણ કર્યા , જેના વિષે જાણીને વૃંદાવનના લોકો દુઃખી થઇ ગયા અને વૃંદાવનના લોકો એવું ક્યારેય નહોતા ઇચ્છતા કે બલરામ અને કૃષ્ણ મથુરા જાયે, પણ ભગવાન શ્રી કૃષ્ણએ કંસના વધ માટે જ જન્મ લીધો હતો. માટે એમને મથુરા જવું જ પડ્યું. મથુરા જતા પહેલા કૃષ્ણ રાધાને મળ્યા અને એમને એવું વચન આપ્યું કે એ પાછા આવશે, રાધાએ પણ એમને એવું વચન આપ્યું કે એના મનમાં હંમેશાને માટે કૃષ્ણ જ રહેશે , પાછા આવવાનું વચન કૃષ્ણ ના નિભાવી શક્યા અને તેઓ મથુરાથી પાછા ના ફરી શક્યા.

રાક્ષસોને માર્યા પછી કૃષ્ણ દ્વારકા ચાલ્યા ગયા અને ત્યાં એમના લગ્ન રુક્મણી સાથે થઇ ગયા.સામે રાધાના પણ લગ્ન થઇ ચુક્યા હતા. રાધાના મનમાં તો હંમેશા કૃષ્ણનો વાસ રહ્યો ,પણ એમણે પોતાના પત્ની ધર્મના બધા જ જ કર્તવ્યોને નિભાવ્યા,પણ એક સમયે બધી જ જવાબદારીઓમાંથી મુક્ત થઈને જીવનના છેલ્લા પડાવમાં એ કૃષ્ણને મળવા પહોંચી. ત્યારે એમને ખબર પડે છે કે કૃષ્ણ અને રુકમણીના લગ્ન થઇ ગયા છે. રાધાને દ્વારકામાં તો કોઈ જ ના ઓળખી શક્યું તો એ ભગવાન શ્રી કૃષ્ણના મહેલમાં શરણાર્થી તરીકે રહેવા લાગ્યા અને મહેલમાં કામ કરવા લાગ્યા. પણ જયારે રાધાના જીવનનો અંતિમ સમય નજીક આવ્યો તો એમનાથી રહેવાયું નહિ અને ભગવાન શ્રી કૃષ્ણને યાદ કર્યા , એ પછી કૃષ્ણ એમની સામે આવી ગયા.

જયારે કૃષ્ણ રાધાની સામે આવ્યા તો એમણે રાધાને કાંઈક માંગવાનું કીધું , ત્યારે રાધાએ કૃષ્ણને છેલ્લી વાર વાંસળી વગાડવાની ઈચ્છા પ્રગટ કરી.. રાધાની ઈચ્છા પ્રમાણે શ્રી કૃષ્ણએ વાંસળી લીધી અને ખુબ જ સુરીલી ધૂનમાં વગાડવા લાગ્યા અને વાંસળીની ધૂન સાંભળતા જ રાધાએ પોતાના શરીરનો ત્યાગ કર્યો. પણ કૃષ્ણ ત્યાં સુધી વગાડતા રહ્યાં જ્યાં સુધી રાધા આધ્યાત્મિક રૂપથી કૃષ્મમાં વિલિન ના થઇ ગયી. ભગવાન શ્રી કૃષ્ણ રાધાની મૃત્યુને સહન ના કરી શક્યા અને એમના પ્રેમના પ્રતીક સમાન વાંસળીને તોડીને જાડિમાં ફેંકી દીધી..

The post જયારે છેલ્લી વાર કૃષ્ણએ વગાડી વાંસળી , જાણી લો કેમ તોડીને ફેંકી દીધી ? appeared first on Jo Baka Media – જો બકા મીડિયા.

Leave a comment