ધન હાનિથી સફળતા મેળવવા સુધી, લીંબુના આ ચમત્કારિક ટોટકા કરશે તમારી બધી જ તકલીફોને દૂર

લીંબુને સ્વાસ્થ્ય માટે ખુબ જ લાભદાયી માનવામાં આવે છે અને લીંબુ પાણી પીવાથી શરીરને અગણિત લાભ મળે છે. એટલું જ નહિ લીંબુનો પ્રયોગ કરીને જીવનના બધા જ કષ્ટોને પણ દૂર કરી શકાય છે. જી હા, ફક્ત એક લીંબુ તમારા સંકટ દૂર કરી શકે છે અને તમને માલામાલ પણ બનાવી શકે છે. તો આવો જાણી લઈએ કઈ રીતે લીંબુની મદદથી તમે ધનવાન બની શકો છો.

લીંબુ સાથે જોડાયેલા ટોટકા :–

1) દુકાનની બહાર લીંબુ ચોક્કસ લગાવો :

દુકાનની બહાર તમારે લીંબુ અને લીલા મરચા ચોક્કસ લગાવવા. આ બંને વસ્તુઓને એક સાથે દુકાનની બહાર લગાવવાથી વેપારમાં બરકત આવે છે અને ધન લાભ થાય છે. એમાં એવું છે કે દુકાનની બહાર લીંબુ લગાવવાથી દુકાનને ખરાબ નજર નથી લાગતી અને દુકાનનું કાર્ય સારી રીતે ચાલે છે. દુકાન સિવાય પણ તમે આ બંને તમારા ઘરની બહાર લગાવી શકો છો. એમાં એ વાતનું ધ્યાન રાખવું કે જેવા લીંબુ અને લીલા મરચા સુકાઈ જાય તો એને તરત જ બદલી દેવા કારણકે સુકાયેલા લીંબુ લગાવવાથી તમારા કાર્ય અને ઘર પર એની ખરાબ અસર થઇ શકે છે.

2) લીંબુનું ઝાડ લગાવો :

ઘરના આંગણામાં લીંબુનું ઝાડ લગાવવામાં આવે એને શુભ માનવામાં આવે છે. વાસ્તુ શાસ્ત્ર પ્રમાણે ઘરના આંગણામાં જો લીંબુનું ઝાડ લગાવવામાં આવે તો ઘરથી નકારાત્મક ઉર્જા દૂર રહે છે અને ઘરમાં શાંતિ રહે છે. એટલું જ નહિ પણ લીંબુનું ઝાડ લગાવવાથી ઘરનો વાસ્તુદોષ પણ દૂર થાય છે.

3) સફળતા મેળવવા માટે :

જો તમને કોઈ કાર્યમાં સફળતા નથી મળી રહી તો તમારે મંગળવારના દિવસે મંદિરે જઈને હનુમાનજીની પૂજા કરવી અને એની પૂજા કર્યા પછી એમની પાસે એક લીંબુ અને 4 લવિંગ રાખી દેવા. હનુમાનજીને લીંબુ અને લવિંગ ચડાવવાથી તમારા કાર્યમાં આવતી તકલીફ દૂર થઇ જશે.

4) ખરાબ નજર ઉતારે :

લીંબુની મદદથી ખરાબમાં ખરાબ નજરની અસર પણ ખતમ કરી શકાય છે. ખરાબ નજર લાગી હોય તો એક લીંબુ લેવું અને એને માથા પરથી 7 વાર ફેરવવું. પછી એ લીંબુના ચાર ટુકડા કરી લેવા. પછી તમારે એ લીંબુને કોઈ સુમસામ જગ્યાએ અથવા ત્રણ રસ્તા હોય ત્યાં ફેંકી દેવું. એમાં એક વાતનું ધ્યાન રાખવું કે લીંબુ ફેંક્યા પછી પાછળ ફરીને જોવાનું નથી અને સીધું ઘરે જ આવી જવું. એ સિવાય કોઈની સાથે વાત પણ ના કરવી.

5) ધનમાં હાનિ થઇ હોય તો :

જો તમને ધનમાં હાનિ થઇ રહી હોય તો આ ટોટકા કરી શકાય છે. આ ટોટકા કરવાથી તમને ધનમાં હાનિ થવાની બંદ થઇ જશે. તમારે એક લીંબુ તમારા ઘરની ચારે દિવાલોએ સ્પર્શ કરાવવું. એ પછી એ લીંબુના 4 ટુકડા કરી લેવા,પછી એ ટૂકડાને ચારે દિશાઓમાં રાખી દો , બીજા દિવસે એ ટુકડાઓને કોઈ પાણીમાં પ્રવાહિત કરી દેવા. આ ટોટકા કરવાથી તમને ધન લાભ થશે અને ધનની હાનિ થવી પણ બંદ થઇ જશે. આ ઉપાય સતત 4 શનિવાર કરવો.

The post ધન હાનિથી સફળતા મેળવવા સુધી, લીંબુના આ ચમત્કારિક ટોટકા કરશે તમારી બધી જ તકલીફોને દૂર appeared first on Jo Baka Media – જો બકા મીડિયા.

Leave a comment