ટ્રાફિક નિયમ તોડવા વાળા પર ઈંડા અને ટામેટા ફેંકે છે આ માણસ, જુઓ વિડિયો

ટ્રાફિક નિયમ જનતા ની ભલાઈ માટે બનાવવા માં આવે છે. આ વાત ની બધા ને જાણ પણ છે. પરંતુ તેમ છતા એનું પાલન ઘણા ઓછા લોકો કરે છે. હેલ્મેટ વગર બાઈક ચલાવવું, સીટબેલ્ટ લગાવ્યા વગર ગાડી ચલાવવું, રોંગ સાઈડ થી આવવું એમના માટે સામાન્ય વાત હોય છે. કેટલાક લોકો તો રોડ પર એવી ગાડી દોડાવે છે જાણે કોઈ રેસ લાગી હોય. આ બધી ઘટનાઓ એકસીડન્ટ ને નિમંત્રણ આપે છે. જ્યાં એક બાજુ ટ્રાફિક પોલીસ અને સરકાર લોકો ને આ નિયમો ના પ્રતિ જાગૃત કરી રહી છે તો ત્યાં જ એક માણસ ને અલગ જ અંદાજ માં બધા ને પાઠ ભણાવી રહ્યો છે.

વાસ્તવ માં આ દિવસો માં ઇન્ટરનેટ પર એક વિડિયો ઘણી ઝડપ થી વાયરલ થઇ રહ્યો છે. આ વીડિયો માં એક માણસ ટ્રાફિક નિયમ તોડવા વાળા ની ઉપર ઈંડા અને ટામેટા ફેંકતા દેખાઈ રહ્યા છે. જાણકારી ના પ્રમાણે આ માણસ હંમેશા ટ્રાફિક નિયમો નું ઉલ્લંઘન કરવા વાળા ની સાથે આવું જ કરે છે. એણે પોતાના કેટલાક નિયમ બનાવી ને રાખ્યા છે. એ મોંઘી ગાડી ઉપર ટામેટા ફેંકે છે જ્યારે સસ્તા વાહનો ઉપર ઈંડા મારે છે.

આ વીડિયો ને યુ ટ્યુબ પર CattleNhay નામ ના ચેનલ એ અપલોડ કર્યો છે. અને વિડીયો ના કેપ્શન માં આ વાત ની જાણકારી આપી યાતાયાત નિયમ તોડવા વાળા ને ઈંડા અને ટામેટાં ફેંકી ને મારે છે. માણસ હંમેશા સ્કૂટર થી સડક પર નીકળે છે. એની પાસે ઘણા બધા ઈંડા અને ટામેટા હોય છે. જ્યારે પણ એને કોઈ ટ્રાફિક રૂલ્સ તોડતા દેખાય તો એનું સ્વાગત ઈંડા અને ટામેટા થી કરે છે.

ત્યાં જ સોશિયલ મીડિયા પર લોકો એ માણસ ની આ વાત ઘણી પસંદ આવી રહી છે. એમનું કહેવું છે કે આ માણસ ઘણું સારું કામ કરી રહ્યો છે. હંમેશા લોકો ટ્રાફિક નિયમ તોડી ને બચી જાય છે. આવા માં એમને પાઠ ભણાવવા નું આ ઘણી સારી રીત છે. જેમ કે વ્યક્તિ ની ગાડી પર ટામેટા અથવા ઈંડું પડ્યું હશે એ ફરીવાર ટ્રાફિક  ના નિયમો નું ઉલંઘન કરવા ની પહેલા દસ વાર વિચારશે. આ વીડિયો ના સપોર્ટ માં ઘણા લોકો આવ્યા અને વિડીયો પર લાઈક અને કોમેન્ટ પણ કરી રહ્યા છે.

અત્યારે તો આ કામ પોર્ટુગલ માં થઈ રહ્યું છે, પરંતુ આપણે તો એવું જ ઇચ્છીશું કે કોઈ આ પ્રકાર નું કામ ભારત માં પણ શરૂ કરી દે. અહીંયા પણ ઘણા ટ્રાફિક રુલ્સ તોડવા માં આવે છે. હવે તો કેટલાક ને ટ્રાફિક પોલીસ જોઈ લે છે. પરંતુ ઘણા વિસ્તાર એવા પણ હોય છે જ્યાં ટ્રાફિક પોલીસ  એમના ઉપર કંટ્રોલ નથી કરી શકતી. એવી જગ્યા ઉપર આ અંદાજ માં પાઠ ભણાવવા માં આવે તો સારું રહેશે. અત્યારે તમે આ પોપ્યુલર વિડીયો ને જરૂર જુઓ.

જુઓ વિડિયો :

મિત્રો, જો તમને અમારા વિડિયો પસંદ આવ્યો હોય તો બીજા ની સાથે શેર જરૂર કરો. આવી રીતે બધા ટ્રાફિક રૂલ્સ ના પ્રત્યે જાગૃત થશે. તમને આ માણસ નું કામ કેવું લાગ્યું અમને કોમેન્ટ સેક્શન માં જરૂર બતાવો. શું તમને લાગે છે કે ઇન્ડિયા માં પણ લોકો ને આ પ્રકારે પાઠ ભણાવવા ની જરૂર છે? પોતાનું મંતવ્ય અમને જરૂર બતાવો. સાથે આ પ્રકાર ના લેટેસ્ટ વિડિયો અને રસપ્રદ ખબરો માટે અમારી સાથે જોડાયેલા રહો.

The post ટ્રાફિક નિયમ તોડવા વાળા પર ઈંડા અને ટામેટા ફેંકે છે આ માણસ, જુઓ વિડિયો appeared first on Jo Baka Media – જો બકા મીડિયા.

Leave a comment