તમાલપત્ર મિનિટોમાં જ કરશે ઘણા રોગો દૂર , જાણો એની આખી વિધિ

તમાલપત્રમાં આયરન ,કોપર , પોટેશિયમ અને કેલ્શિયમ સહીત ઘણા પ્રકારના પોષક તત્વ મળી આવે છે , જે આ મસાલાને એકદમ ખાસ બનાવે છે. તમાલપત્ર ખાવાથી સ્વાસ્થ્ય સાથે ઘણા લાભ જોડાયેલા છે અને એ ખાવાથી શરીરની ઘણી બીમારીઓથી રક્ષા થાય છે. તમાલપત્રનો ઉપયોગ એક મસાલા તરીકે કરવામાં આવે છે અને એ રસોઈમાં નાખવાથી ખાવાનો સ્વાદ પણ વધી જાય છે. કેટલાક લોકો તમાલપત્રનો કાઢો પણ બનાવીને પીવે છે અને એનો કાઢો પીવાથી શરીર એકદમ ફિટ રહે છે , તમાલપત્રનો કાઢો પીવાથી શરીરને શું શું ફાયદો મળે છે અને એનો કાઢો કઈ રીતે બનાવી શકાય એની જાણકારી તમને આપી દઈએ.

તમાલપત્રનો કાઢો પીવાથી થતા ફાયદાઓ :

– માથામાં દુઃખાવો થતો હોય તો તમાલપત્રનો કાઢો બનાવીને પી જવો. એનો કાઢો બનાવીને પીવાથી માથાના દુખાવામાં તરત જ ફાયદો મળે છે અને તમને દુખાવામાં આરામ મળી જાય છે.

– કમર દર્દ હોય તો પણ તમાલપત્રનો કાઢો બનાવીને પીવો એ લાભદાયી છે અને એનો કાઢો બનાવીને પીવાથી કમરનો દુખાવો મિનિટોમાં જ ગાયબ થઇ જાય છે. જોકે તમે ઈચ્છો તો એનો કાઢો પીવાની સાથે સાથે એના તેલથી કમરની માલિશ પણ કરી શકો છો.

– શરીરમાં કોઈ પણ મચકોડ થઇ ગઈ હોય તો તમારે એનો કાઢો પી લેવો. તમાલપત્રનો કાઢો પીવાથી તમારી મોચના દુખાવામાં અને સોજામાં રાહત મળી જશે, સાથે જ મચકોડને ઓછી કરવા માટે તમે તમાલપત્રનો લેપ પણ મોચ પર લગાવી શકો છો.

– ઘણી વાર ખેંચ આવાથી એમાં દર્દ થવા લાગે છે , જો તમને પણ નસોમાં ખેંચાણ અને એમાં દર્દની તકલીફ રહે છે તો તમારે એનો કાઢો પીવો.

– શરદી અથવા ખાંસી હોય તો જો આ કાઢો પીવામાં આવે તો આરામ મળે છે અને શરદી તરતજ દૂર થાય છે , ખાંસી થઇ હોય તો તમારે તમાલપત્રનો પાવડર મધ સાથે ખાસો તો ખાંસી એકદમ સારી થઇ જાય છે.

કઈ રીતે બનાવશો તમાલપત્રનો કાઢો ?

આ કાઢો બનાવવો એકદમ સરળ છે અને એ તમે સરળતાથી ઘરમાં જ બનાવી શકો છો. આ કાઢો બનાવવા માટે 10 ગ્રામ તમાલપત્ર,10 ગ્રામ અજમો, 5 ગ્રામ વરિયાળી અને ખાંડની જરૂર પડશે. તમારે સૌથી પહેલા એક લીટર પાણી ગેસ પર એકદમ ઉકાળી લો. આ પાણી જયારે સારી રીતે ઉકળી જાય તો એમાં બધી વસ્તુઓ નાખી દો. જયારે એ પાણી 200 મીલીલીટર રહે ત્યારે તમારે ગેસ બંદ કરી દેવો અને પાણીને થોડું ઠંડુ થવા દેવું અને ગાળી લેવું. જયારે એ પાણી પીવા યોગ્ય થઇ જાય ત્યારે એને પી જવું. તમારે આ કાઢો દિવસમાં બે વખત પીવો. આ પીવાથી તમારા દરેક પ્રકારના દુખાવા દૂર થઇ જશે અને તમારા શરીરને ઘણા પોષક તત્વો મળી જશે અને જેમને ડાયાબિટીસની તકલીફ છે તો એમણે આ કાઢામાં ખાંડ ના નાખવી.

The post તમાલપત્ર મિનિટોમાં જ કરશે ઘણા રોગો દૂર , જાણો એની આખી વિધિ appeared first on Jo Baka Media – જો બકા મીડિયા.

Leave a comment