ક્યારેક લોકો જાડી કહીને ઉડાવતા હતા મજાક , પછી એક કદમ એવો લીધો કે બધાની બોલતી થઇ ગઈ બંદ

આજના જમાનામાં મોટાપા એ એક બહુ મોટી સમસ્યા છે. એનાથી ઘણા લોકો હેરાન થઇ રહ્યા છે. કેટલાક માટે તો એ સમસ્યા એટલે હદ સુધી વધી જતી હોય છે. એવામાં એ ઘણી વાર પોતાનું વજન ઓછું કરવાનું વિચારે છે પણ એના પર મહેનત નથી કરતા. પણ આજે અમે તમને એક એવી મહિલા વિષે જણાવવાના છે કે જે એક જમાનામાં ઘણી જાડી હતી. એ પોતાના મોટાપાથી એટલી હેરાન થઇ ગઈ હતી કે આત્મહત્યા કરવા જઈ રહી હતી પણ ત્યારે એણે ખુદને બદલવાનો નિર્ણય લીધો અને 16 મહિનાઓમાં 95 કિલો વજન ઓછું કર્યું. એટલું જ નહિ એ મહિલા આજે એક ફિટનેસ ટ્રેનર પણ છે અને બીજા લોકોને વજન ઓછું કરવામાં મદદ કરે છે. તો ચાલો આ મહિલાની પ્રેરણાદાયક કહાની સાંભળીયે.

એમાં કહાની એવી છે કે જેનિફર મલિક નામની એક મહિલા કે જે ઇંગ્લેન્ડના બ્લૅકપૂલ શહેરમાં રહે છે. એક સમય હતો જયારે 29 વર્ષની જેનિફર ઘણી જાડી હતી. પોતાના મોટાપાને કારણે એમનું જીવન જીવવું ઘણું જ મુશ્કેલ થઇ ગયું હતું. દરેક એના મોટાપાની મજાક ઉડાવતા હતા. એનું કોઈ દોસ્ત પણ નહતું. એ જ્યાંથી પણ પસાર થતી લોકો એને જોઈને હસતા હતા. આ રીતે આ મોટાપાએ એનું ડિપ્રેશન પણ વધારી દીધું હતું. ખાવાપીવાનો જેનિફરને ઘણો જ શોખ હતો, એ રોજ વિચારતી કે કાલથી પોતાને બદલશે અને એ બધું છોડી દેશે પણ હંમેશા એ અસફળ થઇ જતી.

જેનિફર પોતાને એક સારી પત્ની અને માં નહતી માનતી. એ જ કારણથી એક રાત જેનિફર એટલી વધારે ડિપ્રેશનમાં ચાલી ગઈ કે એને આત્મહત્યા કરવાનું નક્કી કરી લીધું. એના માટે એણે ઘણા પ્રકારની પેઈન કિલર ગોળીઓ હાથમાં પણ રાખી લીધી. જેનિફર એને ખાઈને આત્મહત્યા કરવાની જ હતી કે એના હાથ કાંપવા લાગ્યા અને ગોળીઓ જમીન પર પડી ગઈ. એ દરમિયાન એને બેડ પર સુતેલી પોતાની 3 વર્ષની બાળકી દેખાઈ. એ માસુમ ઊંઘમાં પણ હસી રહી હતી. એની હંસી જોઈને જેનિફરે આત્મહત્યા કરવાનો વિચાર બદલી દીધો. એણે વિચાર્યું કે જો એ ચાલી જશે તો મારી દીકરી મારા વગર કેવી રીતે રહી શકશે. એ પછી મોડી રાતે એના પતિ આવ્યા અને જેનિફરે એને બધું જ જણાવી દીધું. જેનીફરના પતિએ કહ્યું કે તારા ચાલ્યા જવાથી અમારું જીવન સરળ નહિ રહે. અમને તમારી જરૂરત છે. તું બીજીવાર એવું ક્યારેય ના વિચારતી.

બસ એ પછી બીજા જ દિવસથી જેનિફરે પોતાનું વજન ઓછું કરવાનું નક્કી જ કરી લીધું. એણે પોતાના ઘરમાં રહેલું બધું જ અનહેલ્ધી ખાવાનું બહાર ફેંકી દીધું. એ પછી એણે ઇન્ટરનેટ પર અનહેલ્ધી ખાવાનું બનાવવાની રીત જોઈ અને એ જ ખાવા લાગી. એ રાત્રે લાબું ચાલવા પણ જતી. પછી એણે ડાન્સના માધ્યમથી પોતાને ફિટ રાખવાનો ઉપાય હાથ ધર્યો. આ રીતે એણે 3 અઠવાડિયામાં તો પોતાનું 3 કિલો વજન ઓછું કરી લીધું હતું. પછી એણે વધારે મહેનત કરી અને 16 મહિનાઓમાં 95 કિલો વજન ઓછું કર્યું.

એટલું વજન ઓછું કરવાને કારણે એની સ્કિન મોટી અને લટકેલી દેખાવા લાગી. એના માટે જેનિફરે 9 લાખ ખર્ચ્યા અને એક સર્જરી કરાવી. આજે વર્તમાનમાં જેનિફર એક ફિટનેસ ટ્રેનર છે અને બીજાને પણ વજન ઓછું કરવામાં મદદ કરી રહી છે.

The post ક્યારેક લોકો જાડી કહીને ઉડાવતા હતા મજાક , પછી એક કદમ એવો લીધો કે બધાની બોલતી થઇ ગઈ બંદ appeared first on Jo Baka Media – જો બકા મીડિયા.

Leave a comment