જે લોકોને રોટલીમાં ઘી લગાવીને ખાવી ગમે છે એ આ લેખ ચોક્કસ વાંચે

આપણામાંથી એવા ઘણા લોકો હશે કે જેમના ઘરમાં ઘી પર વધારે ધ્યાન આપવામાં આવતું હોય છે. જી હા ,કારણકે હિન્દુસ્તાની ઘરોમાં લગભગ ઘી વગર ખાવાનું અધૂરું માનવામાં આવે છે. આયુર્વેદ પ્રમાણે ઘી ખાવાનો પણ ચોક્કસ સમય હોય છે. જયારે આપણે ખાવાની શરૂઆત કરીયે છે તો આપણી સામે ભારે ખોરાક પહેલા પીરસવામાં આવે છે અને પછી આપણે ગળ્યું ખાઈને આપણું ભોજન પૂરું કરીયે છે. ઘણા એવા લોકો છે, જે વજન વધી જાય એના ડરથી ઘી નું સેવન નથી કરતા પણ જો તમે ગાયના ઘીનું સેવન નિયમિત રીતે કરીયે તો વજન તો નિયંત્રિત રહે જ છે સાથે જ દરેક પ્રકારની બીમારીથી બચેલા રહે છે. પાચનની પ્રક્રિયા દરમિયાન છેલ્લે વાત દોષનો પ્રભાવ વધી જાય છે.

ઘી , વાત અને પિત્ત દોષને બેલેન્સ કરવાનું કામ કરે છે. માટે એ સમજવું જરૂરી છે કે ઘી ને ભોજનની પહેલા અથવા ભોજન દરમિયાન જ ખાવું સૌથી સારું હોય છે. જી હા, તમને જણાવી દઈએ કે એવા ઘણા લોકો હોય છે જે ઘી લગાડ્યા વગર રોટલીનું સેવન કરતા નથી અને ઘણા લોકો ઘી વગરની રોટલી ખાવાની પસંદ કરે છે , પણ આજે અમે તમને જણાવીશું કે જો તમે રોટલી પર ઘી લગાડીને ખાઓ છો તો એનાથી તમને કયા કયા ફાયદા થાય છે.

1. જો તમે રોજ રોટલી પર ઘી લગાડીને ખાઓ છો તો એનાથી તમને ક્યારેય પેટ દર્દની સમસ્યા નહિ થાય.

2. રોટલીમાં ઘી લગાડીને ખાવાથી જે લોકોનું વજન ના વધતું હોય એમનું વજન પણ જલ્દી વધે છે અને સાથે જ શરીરમાં તાકાત પણ વધે છે.

3. રોટલીમાં રોજ ઘી લગાડીને ખાવાથી આપણા હાડકા મજબૂત થાય છે અને સાથે જ વાળ ખરવાની સમસ્યા પણ સમાપ્ત થાય છે.

4. એ સિવાય રોટલીમાં ઘી લગાડીને ખાવાથી લોહીમાં જામેલા કેલ્શિયમને દૂર કરવાનું પણ કામ કરે છે. એ સિવાય ઘી તમારી ઇમ્યુન સિસ્ટમને મજબૂત કરે છે જેનાથી તમારું શરીર બીમારીઓથી સરળતાથી લડવા માટે સક્ષમ બને છે.

5. કદાચ તમને એ ખબર નહિ હોય તો તમને જણાવી દઈએ કે દેશી ઘી માં હાજર સીએલએ તમારા મેટાબોલિજ્મને બેલેન્સ રાખે છે જેનાથી તમારું વજન નિયંત્રણમાં રહે છે. સીએલએ શરીરમાં ઈન્સુલિનની માત્રાને ઓછી કરે છે જેનાથી ડાયાબિટીસ અને વજન વધવા જેવી પરેશાનીઓ નથી થતી.

6. ઘી તમારા શરીરમાં હાજર ચરબીને વિટામીનમાં બદલે છે. ઘી માં ફૈટી એસિડ ઓછું હોય છે માટે એનાથી ખાવાનું પણ સરળતાથી પચી જાય છે. દાળ અથવા શાકમાં દેશી ઘી ઉમેરીને ખાવું ફાયદેમંદ હોય છે.

હવે એ વાત તો સાચી છે કે આ ફાયદાઓને જાણ્યા પછી તમે ચોક્કસ એમ કહેશો કે તમને પહેલા એના વિષે ખબર હતી નહિ , હકીકતમાં દેશી ઘી ના આવા ફાયદા તો તમે ક્યાંય સાંભળ્યા જ હશે નહિ.

The post જે લોકોને રોટલીમાં ઘી લગાવીને ખાવી ગમે છે એ આ લેખ ચોક્કસ વાંચે appeared first on Jo Baka Media – જો બકા મીડિયા.

Leave a comment