પુલની નીચે એક મહિલાની બૂમો સંભળાતી હતી, લોકોએ નજીક જઈને જોયું તો ઉડી ગયા હોશ

અવારનવાર તમે મહિલાઓના બેબસી અને લાચારીના કિસ્સા સાંભળ્યા હશે પણ આજે અમે જે ઘટના વિષે જણાવવાના છે એ જાણીને તમારી આંખોમાં આંસુ આવી જશે. જો કે આજે અમે તમને એક બેબસ મહિલાની કહાની વિષે જણાવવાના છે, જેમાં એક મહિલાનું એક અલગ ધૃણાસ્પદ રૂપ જોવા મળે છે.

જણાવી દઈએ કે આ ઘટના ઓરિસ્સાના મયૂરભંજ જિલ્લાની છે. જ્યાં આવતા જતા લોકોને અચાનક જ પુલની નીચેથી એક મહિલાની બૂમો પાડવાની અવાજો આવતી હતી જે સાંભળીને કેટલાક લોકોએ હિંમત બતાવી અને એ પુલની નજીક જઈને જોયું તો બધા જ એકદમ અવાચક રહી ગયા કારણકે એ પુલની નીચે બેઠેલી એક મહિલા દર્દથી કણસી રહી હતી કારણકે એ પોતાના બાળકને જન્મ આપી રહી હતી એના કારણે એ ઘણી પીડામાં હતી પણ લોકોને સમજમાં નહતું આવતું કે આખરે એની મદદ કઈ રીતે કરી શકાય ?

આ ઘટના જોઈને ઉડીસાના સીટી શાસન પર ઘણા સવાલો ઉઠ્યા કારણકે નવીન પાટનાયકના રાજ્ય ઉડીસામાં હોસ્પિટલની સુવિધા ના હોવાને કારણે ત્યાં એ લાચાર મહિલાને પુલની નીચે એક આડસમા બાળકને જન્મ આપવો પડ્યો. એ સમયે એ મહિલા પીડાથી બૂમો પાડી રહી હતી. એ સમયે મહિલાની હાલત એવી હતી કે જે જોઈને કોઈની પણ આંખમાંથી આંસુ આવી જાય. રાજનીતિના ચક્કરમાં એક લાચાર મહિલા પીડાઈ રહી હતી.

એ સમયે લોકો એ મહિલાની મદદ કરવા ઇચ્છતા હતા પણ એ ધર્મ સંકટમાં ફસાઈ ગયા હતા અને ત્યાં હાજર બધા જ એમ વિચારી રહ્યા હતા કે એ લાચાર મહિલાની મદદ કરે તો પણ કઈ રીત ? એ મહિલા પુલની નીચે એક બાળકને જન્મ આપી રહી હતી , માટે કોઈ પણ એની મદદ માટે આગળ ના જઈ શક્યું અને જેમ તેમ એ મહિલાએ પોતાના બાળકને જન્મ આપ્યો. જણાવી દઈએ કે ઉડિસાની રહેવાસી આ મહિલાની આર્થિક સ્થિતિ એટલી દયનીય છે કે જેના કારણે એણે પોતાની આખી જિંદગીની કમાઈથી જેમ તેમ ઘાસફૂસથી ઘર બનાવ્યું હતું.

પરંતુ 6 મહિના પહેલા જ એક જંગલી હાથીએ આ લાચાર મહિલાનું મકાન તોડી નાખ્યું હતું, એ પછી એ મહિલાએ જેમ તેમ કરીને પોતાના પરિવારને બચાવ્યો અને ગર્ભવતી હોવા છતાં પણ પોતાની અને પેટમાં ઉછરી રહેલા માસૂમનો પણ જીવ બચાવવા માટે ભાગતી રહી ,એની પાસે એ સમયે ખાવાનું પણ કાંઈ હતું નહિ અને રહેવા માટે ઘર પણ હતું નહિ. એ લાચાર મહિલા પોતાના બાળકને લઈને દિવસભર આમથીતેમ ભટકતી રહી હતી, પણ 9 મહિના પુરા થતા જયારે પ્રસવ પીડા ઉપડી તો એ સમયે એને પોતાના બાળકને જન્મ આપવા માટે પુલની આડસની મદદ લેવી પડી અને ત્યાં જ બાળકને જન્મ આપ્યો.

પણ આખી ઘટનાને જોતા એક આશ્ચર્યની વાત એ છે કે શું આ લાચાર ,મહિલાને 6 મહિનામાં આટલી તકલીફમાં જોઈને પણ એક વાર કોઈ પણ સ્થાનીય સરકારે પુનર્વાસનો પ્રયત્ન કર્યો નહિ અને ના એને કોઈ પણ પ્રકારની સરકારી મદદ મળી શકી.

જયારે આ આખી ઘટના મીડિયા સુધી પહોંચી તો જિલ્લાના ઉચ્ચ અધિકારીએ બસ એટલું કીધું કે આની તપાસ ચાલુ છે અને દોષીને જલ્દી જ સજા મળશે. આ ઘટનામાં આશ્ચર્યની વાત એ છે કે જ્યાં એક સાધારણ વાત પર મહિલા આયોગ ધરણા લઈને બેસી જાય છે તો આ મહિલા માટે એક પણ શબ્દ નથી બોલી રહ્યાં. આ મહિલાને ન્યાય અપાવવા માટે કોઈ ભૂખ હડતાલ નહિ કે કોઈ ધરણા પર પણ બેસતું નથી.

The post પુલની નીચે એક મહિલાની બૂમો સંભળાતી હતી, લોકોએ નજીક જઈને જોયું તો ઉડી ગયા હોશ appeared first on Jo Baka Media – જો બકા મીડિયા.

Leave a comment